મોરબી : મોરબીની હાજીપીર સેવા સમિતિ સંચાલિત સુકુન હોસ્પિટલ, વાવડી રોડ ખાતે ગત તા. 7ના રોજ નિ:શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. ચિરાગ આદ્રોજા (માધવ હોસ્પિટલ), ડો. ચાંદની આદ્રોજા (માધવ હોસ્પિટલ), યોગેશ પેથાપરા (મારુતિ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ), ડો. તૃપ્તિ સાવરીયા પેથાપરા (મારુતિ સુપર સ્પે. હોસ્પિટલ) તેમજ સૂકુન હોસ્પિટલના ડો. અફઝલ કાસમાણી અને નર્સિંગ સ્ટાફ તરીકે કૌસરબેન તેમજ વિંટાબેન સહિતના સ્ટાફ દ્વારા અંદાજે 400 દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં મોરબી મુસ્લિમ સમાજ શહેર ખતીબ સૈયદ અબ્દુલરસીદ બાપુ, મહંમદ સલીમ મસ્જિદના મૌલાના ફારૂક બાપુ, સૈયદ આલમમીયા બાપુ તેમજ મેમણ સમાજના પ્રમુખ હાજી નૂરમોહમ્મદ કાસમાણી, હુસૈની કમિટીના અગ્રણી મહેમુદભાઈ પીલુડીયા, બચુભાઈ, સૂકુન હોસ્પિટલના પ્રમુખ હાજીહાસભાઈ પીપરવાડીયા અને ઉપપ્રમુખ હાજીઅબ્દુલભાઈ ફિરદૌસ સહિતના કાર્યકરોએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.