ટુ વ્હીલરના ફેન્સી નંબર માટે ૨૧ માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

- text


 

મોરબી : મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AB માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૨૧/૦૩/૨૦૨૧ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. તા.૨૨/૦૩/૨૦૨૧ રોજ ૦૯:૦૦AM થી ૦૪:૦૦PM સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૨/૦૩/૨૦૨૧ નારોજ સાંજે ૫ કલાકે ઓકશન નુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહન ના ઇ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી ૫ દિવસમાં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજુ કરવાનુ રહેશે તેમ સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયુ છે.

- text