ભાજપે પ્રમુખ તરીકે વર્ષાબા જાડેજા તો કોંગ્રેસે ખાતુબેન સેરસિયાનું ફોર્મ ભર્યું વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપનું બહુમતી મળતા સતાસ્થાને બેસવાનો સમય આવ્યો છે, જો કે પાતળી બહુમતી વચ્ચે આજે ભાજપની સાથે સાથે કોંગ્રેસે પણ પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે ઉમેદવારી ફોર્મ રજૂ કરતા રાજકીય ગરમાવો આવ્યો છે. વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી ભાજપને 13 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે જેમાં આવતીકાલે ચૂંટણી યોજાનાર હોય ભાજપ તરફે આજે પ્રમુખપદે વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખપદે ભૂમિકાબેન વિંજવાડીયાએ ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ પ્રમુખ પદ માટે ખાતુબેન શેરસીયા અને ઉપપ્રમુખ તરીકે વાલજીભાઇ ચૌહાણનું ઉમેદવારી પત્ર ભારત આવતીકાલે રાજકીય ગરમાવા વચ્ચે ચૂંટણી યોજાશે.