કોરોનાએ ફુંફાડો મારતા રાત્રે 12ના બદલે 10 વાગ્યાથી કર્ફ્યુ અમલી મોરબી : રાજ્યમાં કોરોનાએ ફરી ફૂંફાડો મારતા આવતીકાથી રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યુના ટાઈમ ટેબલમાં ફેરફાર કરી રાત્રીના 12 વાગ્યાને બદલે 10 વાગ્યાથી કર્ફ્યુ અમલી બનાવ્યો છે. જેથી, રાજકોટ - મોરબી વચ્ચે અપડાઉન કરતા લોકોએ રાત્રે 10 પહેલા રાજકોટ પહોંચવું પડશે. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતીકાલ તા.17 માર્ચ, 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ, 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી રાજકોટ મોરબી વચ્ચે અપડાઉન કરતા લોકોએ સરકારનો કર્ફ્યુ અંગેનો નવો આદેશ ધ્યાને લેવો પડશે.