માળીયા મી. : માળીયા મી.ના ખિરઈ ગામની સીમમાંથી પોલીસે બિયરના 34 ટીન સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. માળીયા મી.ના ખિરઈ ગામની સીમમાં આવેલ ચીખલી ગામે જતી કેનાલના રસ્તા પર તલાવડીની બાજુમાં આવેલી સરકારી ખરાબાની જગ્યામાં સિમેન્ટના પતરાવાળી એક કાચી ઓરડીમાંથી પોલીસે ભારતીય બનાવટના બિયરના 34 ટીન કિંમત રૂપિયા 3400 સાથે સકુડિયાભાઈ રૈલીયાભાઈ ઉર્ફે વેલાભાઈ ભીલ (ઉંમર વર્ષ 20)ને ઝડપી પાડ્યો છે. ઉપરોક્ત બિયરના ટીન તેણે ક્યાંથી મેળવ્યા હતા એ અંગેની પૂછપરછ તપાસકર્તા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.વી. ચાવડા ચલાવી રહ્યા છે.