મોરબી : મોરબીમાં હાલમાં ખેડૂતોના પાક વીમા, દેણા માફી, એમ.એસ.પી., સિંચાઇ, માર્કેટ યાર્ડ જેવા અલગ-અલગ મુદ્દે ખેડૂતો દ્વારા માંગણી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને અનુલક્ષીને ગત વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અલગ-અલગ ખેડૂત આગેવાનોએ વિરોધ વ્યક્ત કરી ઉમેદવારી કરી હતી. ટંકારા તાલુકાના લક્ષ્મણભાઇ આહીરે ખેડૂતો વતી ઉમેદવારી નોંધાવી ભાજપ-કોંગ્રેસ પ્રેરીત પેનલનો શ્વાસ અધ્ધર કર્યો હતો. ખેડૂતોનું હિત માર્કેટિંગ યાર્ડમાં જળવાઈ રહે તે માટે લક્ષમણભાઈ આહીરએ કોઈપણ પક્ષ કે કોઈપણ સત્તાની લાલચ માટે નહિ ફક્ત ખેડૂતોના હિત માટે ફોર્મ ભરી મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની તાકાત બતાવવાની કોશિશ કરી છે. તે વિસ્તારના મતદારો ઉપર કે પ્રમાણિક, ખેડૂત હિતેચ્છુ ખેડૂતો માટે હરહંમેશ લડતા આગેવાનને જીતાડી કાયમ મોરબી યાર્ડમાં ખેડૂતોનો અવાજ બુલંદ કરવા આ ઉમેદવારી નોંધાવી હોવાનું લક્ષ્મણ ભાઇ આહીરે જણાવ્યું હતું. આ તકે ખેડૂત આગેવાન જે. કે. પટેલ, કાસમભાઈ સુમરા, રમેશભાઈ ખાખરીયા, દિપકભાઈ ગઢવી,સહિતના આગેવાનોએ ખેડૂત આગેવાન લક્ષ્મણભાઇ આહીરને જીતાડી ખેડૂત એકતાની મીશાલ કાયમ કરવાની નેમ લીધી હતી.