મોરબી : છેલ્લા થોડા દિવસોથી ફરી કોરોના વાયરસના કેસોમાં વધારો થયો છે. ત્યારે કોરોનાની સામે રક્ષણ મેળવવા ઇમ્યુનીટી વધારવી આવશ્યક છે. આથી, આજે તા. ૧૬/૦૩/૨૦૨૧ના રોજ મોરબીની સબ જેલ ખાતે જેલના અધિકારી/કર્મચારીઓ દ્વારા હાલમાં વિશ્વવ્યાપી કોરોના વાયરસના નિયત્રંણના ભાગરૂપે જેલના કેદીઓને વિટામિન-સીની ટેબલેટ આપવામાં આવેલ છે.