મોરબી : મોરબીમાં કડવા પાટીદાર ભુવન ટ્રસ્ટ, પાટીદારધામ અને સમૂહ લગ્ન સમિતિ - મોરબીના સયુંકત ઉપક્રમે અને કડવા પાટીદારોની તમામ માતૃસંસ્થાઓના સહયોગથી કડવા-લેવા પાટીદારોના યુવાનો-યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી., આઈ.એ.એસ., પોલીસ ભરતી, બેન્કિંગ એક્ઝામ વગેરેની તૈયારી માટે નિવાસી સિવિલ સર્વિસ શરૂ કરવા માટે કોમન એન્ટરન્સ ટેસ્ટનું આયોજન કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન-જોધપર (નદી) ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 140 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી રેગ્યુલર બેચના 125 તાલીમાર્થીઓ સાથે અને 125 વિક એન્ડ બેચ એમ 250 તાલીમાર્થીઓ સાથે નવી બેચનો આરંભ કરવામાં આવ્યો છે. આ પ્રવેશ પરીક્ષામાં કિરીટભાઈ દેકાવડીયા,નાનજીભાઈ મોરડીયા, ચમનલાલ કુંડારિયા, સોનલબેન દેત્રોજા, ભાવિશાબેન સરડવા, વિજયભાઈ દલસાણીયા, જેસલબેન બરાસરા, ધર્મેશભાઈ પટેલ, સપનાબેન કૈલા, નિકુંજ ભેંસદડીયા, જયેશભાઈ કુકરવાડિયા, હિતેશભાઈ પાંચોટીયા, જયેશભાઇ ગામી, ઈશ્વરભાઈ સબાપરા, આકાશ પટેલ, પ્રદીપ પડસુંબિયા, સંદીપભાઈ રાજપરા વગેરેએ સુપરવિઝન, પેપર ચેક કરવા વગેરે માટે ખુબજ જહેમત ઉઠાવી હતી.