મોરબીના પંચાસર ગામે બેકારીથી કંટાળી યુવાને જીવાદોરી ટૂંકાવી

- text


ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા યુવાને ગળેફાંસો ખાઇને યુવાનનું મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બેકારીથી કંટાળી યુવાને જીવ દીધી હોવાનું ખુલ્યું હતુઁ

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના પંચાસર ગામે રહેતા પ્રવિણભાઇ મોહનભાઇ પરમાર નામના 45 વર્ષીય વ્યક્તિએ તેના ઘરની પાછળ ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, પ્રવિણભાઇ પરમારનું મોત નિપજતા તેના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રવિણભાઇ મોહનભાઇ પરમાર હાલ કામ ધંધો કરતા ન હોય અને તેઓને ચાર સંતાનો હોય આર્થીક સંકડામણને કારણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.એ.ચૌહાણ ચલાવી રહ્યા છે.

- text