- text
માળીયા : માળીયા તાલુકા પંચાયત કર્મચારી સહકારી મંડળીની સાધારણ સભા મળી હતી. જેમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
રવિવારે માળિયા તાલુકા પંચાયત કર્મચારી શરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા માળિયા તાલુકા શાળામાં મળી હતી. સાધારણ સભામાં મંડળીના પ્રમુખ છગનભાઇ સરડવા, મંડળીના મહામંત્રી નરસંગભાઈ લાવડીયા, તથા માળિયા પ્રા.શી.સંઘ ના પ્રમુખ અને મોરબી જીલ્લા પ્રા સંઘના મહામંત્રી દિનેશભાઇ હુંબલ તથા મંડળીના સભાસદો એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
આ સભાનો મુખ્ય હેતુ નવા પ્રમુખની વરણી અને નવા હોદ્દેદારોની નિયુક્તિ કરવાનો તથા આવનાર સમયમાં કર્મચારી મંડળીનો વિકાસ અને વિસ્તાર કરવાનો તથા ધિરાણમાં વધારો કરવાનો હતો. મંડળીના પ્રવર્તમાન પ્રમુખ છગનભાઈ સરડવાની નિવૃત્તિને કારણે તેમની જગ્યા એ કર્મચારી મંડળીના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ કાસુન્દ્રા અને ઉપ પ્રમુખ તરીકે ધીરુભાઈ બકુત્રા અને સંગઠનમંત્રી તરીકે કલ્પેશભાઈ કાનેટિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.
મહામંત્રી તરીકે નરસંગભાઈ લાવડીયાને યથાવત રાખવામાં આવ્યા.આ તકે નિવૃત થતા પ્રમુખ છગનભાઇ સરડવાને સાલ અને ભેટ અર્પણ કરી તેમને સમ્માનભેર વિદાય આપવામાં આવી હતી તેમજ નવા પ્રમુખનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
- text
આ તકે ઉપસ્થિત માળિયા પ્રા.શિ. સંઘ પ્રમુખ અને મોરબી પ્રા.શિ. સંઘ ના મહામંત્રી દિનેશભાઇ હુંબલે પોતાના વિચારો રજૂ કરી સર્વે સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.
- text