મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખનું ફેસબુક આઈડી હેક કરનાર ઠગની ધરપકડ

- text


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું કહી આઈડી પાસવર્ડ મેળવ્યા હતા

મોરબી : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલુ છુ..” કહી મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખનું ફેસબુક આઈડી હેક કરનાર ઠગની પોલીસે વિધિવત ધરપકડ કરી છે.

- text

મોરબીમાં નવાબસ સ્ટેન્ડ સામે સ્વસ્તિક સોસાયટીમા પ્રસંગ એપાટમેન્ટમાં રહેતા મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ કિશોરભાઇ અમરશીભાઇ ભાલોડીયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલુ છુ કહી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફેસબુક આઇડી હેક કરી તેમના સગાવ્હાલા પાસેથી નાણાં પડાવવા મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગાઉ આવા જ છેતરપિંડીના ગુન્હામાં ઝડપાયેલા નેનપુરા ખેડાના પ્રિતેશ પ્રજાપતિની ધરપકડ કરી છે.

- text