ક્રૂડ તેલ રૂ.૩૫ ડાઊન: કોટનમાં ૩૯,૬૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા વધ્યા: સીપીઓ, મેન્થા તેલ, કપાસ, રબરના વાયદામાં સાર્વત્રિક સુધારાનો સંચાર: પ્રથમ સત્રમાં રૂ.૯૬૯૭ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૪૩૮૪૧ સોદામાં રૂ.૯૬૯૭.૨૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં તેજી સાથે થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૫ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૫૪૫ વધ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ડાઊન ટ્રેડ થઈ રહ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)માં ૩૯,૬૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા વધી આવ્યા હતા. સીપીઓ, મેન્થા તેલ, કપાસ અને રબરના વાયદામાં સાર્વત્રિક સુધારાનો સંચાર વાયદાના ભાવમાં થયો હતો. વિશ્ર્વબજારની વાત કરીએ તો યુએસ ડોલર ઈન્ડેક્સ ૦.૧૮ ટકા વધીને ૯૧.૮૪૫ના સ્તરે બોલાઈ રહ્યો હતો. યુએસ ૧૦ વર્ષીય બોન્ડ યિલ્ડ ૦.૮૪ ટકા ઘટીને ૧.૬૨૧ ટકાના સ્તરે રહ્યું હતું. કરન્સીમાં ડોલર રૂ.૭૨.૫૪ના સ્તરે પહોંચ્યો હતો. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ફેબ્રુઆરીમાં ગુડ્સમાં ભારતની વેપાર ખાધ વધીને ૧૨.૬૨ બિલિયન ડોલર થઈ છે, જે આગલા વર્ષના સમાન ગાળામાં ૧૦.૧૬ બિલિયન ડોલરની હતી. આ આંકડા મુજબ આગલા વર્ષની સરખામણીએ ફેબ્રુઆરીમાં વેપાર નિકાસ ૦.૬૭ ટકા વધીને ૨૭.૯૩ બિલિયન ડોલર થઈ છે, જ્યારે આયાત ૬.૯૬ ટકા વધીને ૪૦.૫૪ બિલિયન ડોલરની થઈ છે. ઘરેલૂ બજારમાં હાજર અને વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૭૮૭૫૨ સોદાઓમાં રૂ.૪૭૩૩.૮૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૭૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૯૬૪ અને નીચામાં રૂ.૪૪૭૩૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૫ વધીને રૂ.૪૪૮૭૫ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૭ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૬૦૯૭ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૮૫ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૦ વધીને બંધમાં રૂ.૪૪૮૮૭ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૨૨૬ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૪૯૦ અને નીચામાં રૂ.૬૬૮૫૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૪૫ વધીને રૂ.૬૭૩૮૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૫૧૯ વધીને રૂ.૬૭૪૩૮ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૫૧૮ વધીને રૂ.૬૭૪૨૩ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૧૩૬૩ સોદાઓમાં રૂ.૧૮૭૩.૩૪ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૮૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૨૬ અને નીચામાં રૂ.૪૭૫૧ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫ ઘટીને રૂ.૪૭૬૨ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૩૦૪૮ સોદાઓમાં કુલ રૂ.૩૬૩.૮૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૨૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૧૭૦ અને નીચામાં રૂ.૨૧૯૦૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૦ વધીને રૂ.૨૨૧૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૩૩ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭.૧ વધીને બંધમાં રૂ.૧૧૪૫.૧ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૬૪.૯ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૪.૯ અને નીચામાં રૂ.૯૫૫.૨ રહી, અંતે રૂ.૯૫૯.૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૮૫.૫ અને નીચામાં રૂ.૧૨૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯.૦૦ વધીને રૂ.૧૨૭૮ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૯૭૯૩ સોદાઓમાં કુલ રૂ.૨૯૭૧.૨૧ કરોડ ની કીમતનાં ૬૬૧૫.૭૯૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૮૯૫૯ સોદાઓમાં કુલ રૂ.૧૭૬૨.૬૦ કરોડ ની કીમતનાં ૨૬૨.૦૭૫ ટન, ક્રૂડ તેલમાં ૧૪૭૦૩ સોદાઓમાં રૂ.૯૫૧.૩૭ કરોડનાં ૧૯૮૪૯૦૦ બેરલ્સ, કોટનમાં ૧૧૦૪ સોદાઓમાં રૂ.૮૮.૧૪ કરોડનાં ૩૯૬૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૭૬૨ સોદાઓમાં રૂ.૨૭૦.૮૭ કરોડનાં ૨૩૯૬૦ ટન, મેન્થા તેલમાં ૧૪ સોદાઓમાં રૂ.૧.૬૬ કરોડનાં ૧૭.૨૮ ટન, કપાસમાં ૩૦ સોદાઓમાં રૂ.૭૬.૪૦ લાખનાં ૧૨૦ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૬૯૮.૯૦૨ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૦૭.૭૭૪ ટન, ક્રૂડ તેલમાં ૫૭૨૧ બેરલ્સ, કોટનમાં ૨૮૨૪૭૫ ગાંસડી, સીપીઓમાં ૧૦૩૦૮૦ ટન, મેન્થા તેલમાં ૪૭.૫૨ ટન અને કપાસમાં ૧૪૦ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૨ અને નીચામાં રૂ.૧૪૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૩૯ ખૂલી, ઊપરમાં રૂ.૨૩૯ અને નીચામાં રૂ.૧૭૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૮.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૯૧૬.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૫૭.૫ અને નીચામાં રૂ.૧૭૮૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૯૪.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૮૧૯.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૮૮૫ અને નીચામાં રૂ.૨૭૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૦૩ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૮ ખૂલી, ઊપરમાં રૂ.૯૧ અને નીચામાં રૂ.૫૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૦.૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૬૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૪ અને નીચામાં રૂ.૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૮.૧ બંધ રહ્યો હતો.