જો પોલીસ કાર્યવાહી કરે તો પણ ટીકા અને ન કરે તો પણ ટીકા ? હળવદ: હળવદ પંથકમાં દેશીદારૂ વેચતાં બૂટલેગરો પર સ્થાનિક પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા સમયે કેટલાક શખ્સો પોલીસને જાણી જોઇ બદનામ કરતા હોવાનું ચીત્ર ઉપસી રહ્યુ છે, જો કે, પોલીસ દ્વારા આવતા દિવસોમાં પણ બૂટલેગરો સામે અસરકાર કાર્યવાહી કરવામાં કોઇ પણ સેહ શરમ રાખશે નહીં. હળવદ પંથકમાં બે દિવસ પહેલા નદી વિસ્તારમાં દેશીદારૂની ભઠ્ઠી હોય તેવો વિડીયો વાયરલ થયો હતો જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી અને બૂટલેગરો સામે અસરકારક કાર્યવાહી પણ કરવામાં આવી હતી ત્યારે આજે પણ કોઇ શખ્સ દ્વારા દારૂ વેચાતો હોવાનો એક વીડિયો વાયરલ કર્યો હતો જોકે તે સમયે માત્ર બોલી રહ્યો હતો તેથી માની પણ કેમ લેવું કે જે શખ્સ વિસ્તાર જણાવે છે ત્યાં દારૂ વેચાય છે ? આવી પરિસ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા બૂટલેગરો ઉપર કરવામાં આવતી કાર્યવાહીને લઇને કેટલાક શખ્સો ને આ કાર્યવાહી કણાની જેમ ખુંચી રહી છે જેથી પોલીસને બદનામ કરવા મા આવતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.