ત્રણ ભાઈઓ સામે માર માર્યાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ મોરબી : મોરબીના નીચી માંડલ ગામે સામાન્ય બાબતે ડખ્ખો થયા બાદ ઉશ્કેરાયેલા ત્રણ ભાઈઓએ એક સંપ કરીને માતા-પુત્રને માર માર્યો હોવાનો બનાવ તાલુકા પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવ અંગે મહિલાએ ત્રણેય ભાઈઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ મારામારીના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા કાંતાબેન મંગાભાઈ સોલંકી (ઉ.વ.45) નામના મહિલાએ આરોપીઓ વિજયભાઈ, કલ્પેશભાઈ અને બળદેવભાઈ નામના ત્રણ ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા. 12ના રોજ રાત્રીના સમયે નીચી માંડલ ગામે આંદરણા ગામ તરફ જવાના રસ્તે ફરિયાદી મહિલાના દીકરા દિલીપભાઈએ આરોપી વિજયભાઈને કહ્યું હતું કે, તું કેમ અહીંયા ઉભો છે. તેમ કહેતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઈને ફરિયાદીના દીકરાને ઢીકાપાટુંનો માર માર્યો હતો. તેમજ આરોપીઓએ ફરિયાદી તથા દિલીપભાઈના પત્નીએ પણ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.