શહેર અને જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ : 178 પોટલી કબ્જે મોરબી : મોરબીમાં વિદેશી દારૂની સાથે - સાથે દેશી દારૂનું વેચાણ પણ બેફામ પણે થઇ રહ્યું હોય શહેર-જિલ્લા પોલીસ દ્વારા રેશ્મા, શોભાના, વજી, જયા, રાહુલ,જગદીશ અને મયુર નામના દેશીદારૂ વેંચતા શખ્સોને ઝડપી લઈ 39 લીટર દારૂ ભરેલી 178 પોટલી કબ્જે કરી સાતેય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂની બદી સામે મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં જુના ઘુંટું રોડ ઉપર આવેલ સિમ્પોલો સેનેટરીવેર્સના સામેના ભાગે નાલા ઉપરથી મયુરભાઈ મનસુખભાઇ સીતાપરાને દેશી પીવાના દારૂ ભરેલ પ્લા.ની કોથળી નંગ-45, લીટર-09, રેલ્વેસ્ટેશન સામે ખાડામાથી રેશ્માબેન મહમંદભાઇ હબીબભાઇ કટીયાને દારૂની કોથળી નંગ-28 દારૂ લીટર-07, દલવાડી સર્કલ કેનાલ નજીકથી કોથળીઓ નંગ-31, દેશી દારૂ લી.6 સાથે જગદીશભાઇ હેમાભાઇ પરમાર, લગધીરપુર રોડના નાકા પાસે જાહેર રોડ ઉપરથી શોભનાબેન નવધણભાઇ હમીરપરાને કોથળીઓ નંગ-24, દારૂ લીટર-06 સાથે, જુના ઘુટુ રોડ, ત્રાજપર ખારી જવાના નાકા પાસેના રોડ ઉપરથી વજીબેન હેમુભાઇ સનુરાને કોથળીઓ નંગ-20, દારૂ લીટર-05 દારૂ સાથે, ટંકારાના હનુમાનપરા સજનપર ગામેથી જયાબેન નરશીભાઈ જાદવને કોથળીઓ નંગ-20, લી. આશરે 04 સાથે તેમજ રાહુલ ઉર્ફે રાવતુભાઇ રણછોડ માથાસુર્યાને લાકડધાર તરફ જતારસ્તે વર્ધમાન સીરામીક પાસે તા. વાંકાનેર વાળાને બે લીટર દેશી દારૂ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.