મોરબી : મોરબીના શનાળા ગામ પાસે લીકવીડ પી લેનાર જામનગરની મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના પટેલ પાર્ક જડેશ્વર મહાદેવ મંદીર સામે રહેતા હર્ષિદાબેન મહેશભાઇ ખેતીયા (ઉ.વ.45) નામના મહિલાએ ગત તા.7 માર્ચ બપોરના ત્રણ - સાડા ત્રણ વાગ્યાના સુમારે મોરબીના શનાળા ગામ પાસે ભારત પેટ્રોલ પંપ નજીક કોઇપણ કારણોસર પોતાની મેળે લીકવીડ પી જતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.