મોરબી : સમગ્ર વિશ્વમાં વસતા લોહાણા સમાજની માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદના મોરબી જીલ્લા પ્રાંત પ્રમુખ તરીકે નિર્મિતભાઈ કક્કડની વરણી કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમા વસતા તમામ રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠ્ઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ લાલ, સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડન્ટ શ્યામલભાઈ સોનપાલ, મહામંત્રી હરિશભાઈ ઠક્કર તથા ડો. સુરેશભાઈ પોપટ દ્વારા લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન-૧ના મોરબી જીલ્લાના પ્રાંત પ્રમુખ તરીકે મોરબીના સામાજીક અગ્રણી નિર્મિતભાઈ કક્કડની વરણી કરવામા આવેલ છે. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ તથા લોહાણા મહાજન-મોરબીના કન્વીનર નિર્મિત ભાઈ કક્કડની સમસ્ત લોહાણા સમાજની માતૃસંસ્થા લોહાણા મહાપરિષદમા વરણી થવા બદલ ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.