વલસાડી હાફુસ હોળી બાદ આવશે : હાલમાં મહારાષ્ટ્ર્ની કેરીની આવક મોરબી : ઉનાળાના પ્રારંભ સાથે જ મોરબીમાં રત્નાગીરી હાફુસ કેરીનું આગમન થઇ ગયું છે, જો કે કેરીની સિઝનનનો પ્રારંભ જ હોય હાફુસ કેરીના ભાવ પ્રતિકિલોના 500 સુધી બોલાઈ રહ્યા છે. ગતવર્ષે કોરોના વાયરસના પ્રકોપને કારણે લોકોની કેરી ખાવાની મજા બગડી ગઈ હતી પરંતુ આ વર્ષે રત્નાગીરી હાફુસ કેરીનું સમયસર આગમન થયું છે. જો કે હાલમાં મોરબીમાં હાફુસ કેરી પ્રતિકિલોના રૂપિયા 500ના ભાવે વેચાઈ રહી છે જો કે હજુ વલસાડી હાફુસ કેરીનું આગમન હોળી બાદ થશે અને વલસાડી હાફુસના આગમન બાદ કેરીના ભાવમાં નરમાશ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.