મોરબી : મોરબીના બગથળા ગામે રહેતા 20 વર્ષના યુવાને ઝેરી દવા પી લીધી હતી. જે હાલ રાજકોટ સારવાર હેઠળ હોય ત્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના બગથળા ગામે રહેતા યશકુમાર રમેશભાઇ ફુલતરીયા (ઉ.વ. 20) નામના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બે ભાઇમાં મૃતક ભાઈ નાનો છે અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો જો કે શા કારણે આપઘાત કર્યો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.