રણછોડદાસજી આંખની હોસ્પિટલ અને ભારત સેવક સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજન હળવદ : શ્રી રણછોડદાસજી આંખની હોસ્પિટલ-રાજકોટ અને ભારત સેવક સમાજના સંયુક્ત ઉપક્રમે હળવદમાં તા. 15/03/2021ને સોમવારે સવારે 9:00 વાગ્યાથી 12:30 કલાક સુધી શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, સરા ચોકડી ખાતે શ્રી સદગુરુ સુપર મેગા નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં આંખની હોસ્પિટલ એવી શ્રી રણછોડદાસજી આંખની હોસ્પિટલ-રાજકોટના નિષ્ણાંત આંખના ડોકટર દ્વારા આંખની પ્રાથમિક તપાસ કરવામાં આવશે. જેમાં મોતિયાનું નિદાન થયેલ દર્દીઓને હળવદથી રાજકોટ શ્રી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે હોસ્પિટલના વાહનમાં લઇ જવામાં આવશે અને ત્યાં મોતિયાના ટાંકા વગરના ઓપરેશન અત્યાધુનિક ફેકો મશીન દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે અને મફત નેત્રમણિ મૂકી આપવામાં આવશે. અને ઓપરેશન થયા પછી ચશ્માં, ટીપાં, જરૂરી દવા અને બ્લેન્કેટ પણ દરેક દર્દીને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે. સાથે દર્દીને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે અને દરેક દર્દીને પરત હળવદ કેમ્પના સ્થળે લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ત્યારે આ કેમ્પનો લાભ લેવા માટે હળવદ તાલુકાની જનતાને આમંત્રણ આપવામાં આવેલ છે. આ કેમ્પમાં ચશ્માંના નંબર ઉતારી આપવામાં આવતા નથી. મોતિયાના દર્દીઓએ ફરજીયાત માથું ધોઈને સ્વચ્છ ધોયેલા કપડાં પહેરીને એક જોડી અલગથી કપડાં સાથે રાખવાના રહેશે. દરેક દર્દીએ પોતાના અને આજુબાજુવાળાના ફોન નંબર મોબાઈલ નંબર સાથે રાખવાના રહેશે અને ઓપરેશન થયા બાદ બીજા દિવસે રજા આપવામાં આવશે. જેની પરિવારજનોને જાણ કરવાની રહેશે અને દરેક દર્દીએ આધાર કાર્ડ અથવા ઓળખ પત્રક સાથે રાખવાનું રહેશે. આ કેમ્પના દાતા સ્વ. પ્રમોદરાય કેશવજીભાઈ દવે પરિવાર હસ્તે તપનભાઈ દવે અને વિરલભાઈ દવે તથા સ્વ. હરિદાસ રતનદાસ કિલાવત પરિવાર (ગો. ઘનશ્યામપુર) હસ્તે કંચનબેન સાધુ અને ગીરીશભાઈ સાધુ છે. અને ગીરીશભાઈ સાધુ 98798 79100 અને નાનજીભાઈ માસ્તર 97240 21032નો નામ નોંધવા માટે સંપર્ક કરવાનો રહેશે અને વધુ માહિતી માટે સંપર્ક કરવા આયોજકોએ યાદીમાં જણાવ્યું છે.