દર અઠવાડિયે 90 મિનિટ શ્રમદાન આપવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીને સ્વચ્છ બનવવા એક વર્ષ પૂર્વે હાથ ધરાયેલ સ્વચ્છતા અભિયાન આગામી તા.14ને રવિવારથી પુનઃ શરૂ થવા જઈ રહ્યું છે, સરદાર પટેલ પ્રતિમા સ્થળેથી પ્રારંભ થનાર આ સ્વચ્છતા અભિયાનમાં ડોકટર, વકીલ, ઉદ્યોગપતિ સહિતના લોકો જોડાયેલા છે ત્યારે વધુને વધુ લોકો આ અભિયાનમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે. બરાબર એક વર્ષ પહેલા મોરબીના પર્યાવરણ પ્રેમીઓ અને મોરબીને ખરાઅર્થમાં પેરિસ બનાવવા ઇચ્છતા લોકો દ્વારા સ્વચ્છતા અભિયાન કરેલું એ પછી સરકારની કોરોના ગાઇડલાઇન્સને કારણે સ્વચ્છતા અભિયાન ચાલુ થઈ શક્યું ન હતું પરંતુ હવે સમય આવી ગયો છે કે સહુ સાથે મળી આપણો સ્વચ્છતા સંકલ્પ આગળ વધારીએ અને મોરબીને સુંદર અને સ્વચ્છ બનાવા સ્વૈચ્છીક ઝુંબેશ શરૂ કરવા સંદેશ આપાયો છે. સ્વચ્છતા અભિયાન માં બાળકોથી માંડી યુવાનો અને વડીલો જોડાઈ ને જોશ સાથે મોરબી ને સ્વચ્છ અને સુંદર બનાવે તે માટે દર રવિવારે સવારે 6.30 વાગે યોજાનાર આ અભિયાનમાં ડોકટરો, ઉદ્યોગપતિઓ, વકીલો, શિક્ષકો, જેવા અનેક નાના મોટા અલગ અલગ વિચારસરણી વાળા લોકો જોડાયા છે. સ્વચ્છતા અભિયાન નો હેતુ મોરબી ને એક અલગ ઓળખ અપાવવા નો છે અને ખાસ તો પ્લાસ્ટિક મુક્ત મોરબી બનાવવાનો છે. આવનારું સ્વચ્છતા અભિયાન તા. 14/03/2021, રવિવાર, સવારે 6.30 વાગ્યે યોજાશે. આ દિવસે પહેલા આપણે સર્વે નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને સાફ સફાઈ કરવા નક્કી કરી બાદમાં રોડની સફાઈ કરી સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવશે. જેથી દેશ માટે અને મોરબી માટે 90 મિનિટ દર અઠવાડિયે ફાળવવા અપીલ કરવામાં આવી છે. આ અભિયાનમાં જોડાવા મો.9727770271 અથવા મો.9909988785 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.