મોરબી : મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગરની પાસે આવેલ અશોક પાર્ક સોસાયટીમાં રહેતા રવિરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા (ઉ.વ.22) નામના યુવાને ગઈકાલે તા.10 ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.