સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આયોજન મોરબી : ગઈકાલ તા. 10-03-2021 ના રોજ સખી-વન સ્ટોપ સેંટર (મોરબી) ખાતે જીલ્લા દહેજ પ્રતિબંધક અધીકારી, સહરક્ષણ અધીકારી પુજાબેન ડોડીયા દ્રારા કામકાજના સ્થળે જાતીય સતામણી અધીનિયન-2013 અંતર્ગત સેમીનાર યોજવામાં આવેલ હતો. જેમાં ચાઈલ્ડ લાઈન (મોરબી), 181 વુમન હેલ્પ લાઈન (મોરબી), પી.બી.એસ.સી. તેમજ વિવિધ મહીલાલક્ષી કલ્યાણ કેન્દ્રોએ ભાગ લીધો હતો. તથા વન સ્ટૉપ સેંટરના સ્ટાફ દ્રારા વન સ્ટોપ સેંટર વિશેની કામગીરી સમજાવવમાં આવી હતી. માધવી જન કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણાબેન પંડ્યા દ્રારા મહીલાઓને સરકારની વિવિધ યોજના વિશે માહીતી આપવામાં આવી હતી. જીલ્લા દહેજ પ્રતિબંધક અધીકારી સહરક્ષણ અધીકારી પુજાબેન ડોડીયા દ્રારા જાતીય સતામણી તેમજ ઘરેલુ હિંસાના કાયદા વિશેની આવેલ બહેનોને માહીતી આપી હતી. તથા તેનો લાભ કેવી રીતે લેવાય તે સમજાવેલ હતું. તેમજ કોઇ મહીલા જાતિય સતામણીનો ભોગ બને તો કઈ રીતે રક્ષણ મેળવવુ તે અંગે વિશેષ સમજણ આપી હતી. તથા કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત રહેલ બહેનોને બેગનુ વિતરણ કરવામાં આવ્યું હતું.