મોરબી: મહા શિવરાત્રિના પાવન પ્રસંગે રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં મહાપૂજા, શિવ સ્ત્રોત, ધૂન તથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રિ નિમિત્તે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો આસપાસના સ્થાનિકોએ લાભ લીધો હતો. આજના કાર્યક્રમોને લઈને આશ્રમ પરિસર હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભાવિકોને ફળાહાર વિતરણ કરવામાં આવ્યો હતો. મુકેશ ભગતે સૌ શિવભક્તોને શુભકામના પાઠવી હતી.