ગેરકાયદે જમીન હડપ કરવાનો કારસો કરનાર સામે ગુનો નોંધાયો મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ જમીનમાં એક ગેરકાયદે કબજો જમાવીને ભંગારનો ડેલો ચાલુ કરી દેતા તેની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જમીનના મૂળ માલિકની ફરિયાદના આધારે આ શખ્સ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. આથી, આ મામલે પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવનજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઇ દેવશીભાઇ કાલરીયા (ઉ.વ.૪૭, ધંધો- ખેતી, રહે.બચુબાપા વાળો પ્લોટ, મહેન્દ્રનગર, મોરબી-2) એ આરોપી આશીફભાઇ સલીમભાઇ કાસમાણી (રહે. ગ્રીન ચોક, મોરબી) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૧૦/૦૩/૨૦૨૧ ના રોજ મોરબી માળીયા રોડ ઉપર ચંગાલ પીરની દર્ગાની સામે મહેન્દ્રનગર ગામના સર્વે નં.154 પૈકી 6, ની જમીનમાં આરોપીએ ગેરકાયદે કબજો જમાવ્યો હતો. વધુમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરીયાદીની મહેન્દ્રનગર ગામના સર્વે સર્વે નં 154 પૈકી 6 ની જમીનમા 365 ચો.મી જેટલી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી ભંગારનો ડેલો કરી ભંગારનો વ્યવ્સાય ચાલુ કરી દીધો હતો. આ બનાવની ફરિયાદને પગલે આ જમીન કૌભાંડની વધુ તપાસ મોરબીના નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ ચલાવી રહ્યા છે.