ઊંચી માંડલ નજીકની ઘટના : ફાયર બ્રિગેડે કહ્યું પૈસા ભરો તો ફાયર ફાઇટર આવે ! મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર ઊંચી માંડલ નજીક સવા આઠેક વાગ્યાના અરસામાં ટ્રક ભડ-ભડ સળગી ઉઠતા હાઇવે ઉપર ટ્રાફિકને અસર પહોંચી છે. જાણવા મળતી વિગતો મુજબ આજે રાત્રીના સવા આઠેક વાગ્યાના અરસામાં મોરબી - હળવદ હાઇવે ઉપર ઊંચી માંડલ નજીક આવેલ નયારા એનર્જીના પંપ નજીક એક ટ્રક સળગી ઉઠ્યો હતો અને ટ્રક ચાલક ટ્રક છોડી જતો રહ્યો હતો. દરમિયાન ટ્રક સળગી ઉઠતા હાઇવે ઉપર ટ્રાફિકને અસર પહોંચી હતી અને અહીંથી પસાર થતા રાહદારીએ આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડને ફોન કરતા પહેલા પૈસા ભરવા પડે તેવો જવાબ ફાયર તંત્ર દ્વારા આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.જો કે બાદમાં પછી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.