200 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું : 14 માર્ચે પ્રવેશ પરીક્ષા મોરબી : મોરબી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સિવિલ સર્વિસ સેન્ટર શરૂ કરવા નક્કી થયું છે અને 200 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરાવ્યુ છે ત્યારે આગામી તા.14 માર્ચે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયું છે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ - મોરબી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું સિવિલ સર્વિસ સેન્ટર શરૂ કરવા માટેની મીટીંગ યોજાઈ. મોરબી પાટીદાર સમાજની માતૃ સંસ્થા કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર ઉપરાંત મોરબી માળીયા સમૂહ લગ્ન સમિતિ અને છેલ્લા 3 વર્ષથી મોરબી GPSC સેન્ટર ચલાવતી સંસ્થા પાટીદાર ધામ મોરબી અને મોરબી જીલ્લાની પાટીદારની તમામ સંસ્થા જેવી કે કન્યા છાત્રાલય,ઉમિયા મેરેજ બ્યુરો, ઉમિયા સમાધાન પંચ, પાટીદાર સેવા સમાજ, શૈક્ષિક મહાસંઘ, શિક્ષક સંઘ, ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ, પાટીદાર અને ઉમિયા નવરાત્રી મહોત્સવ, સિરામિક એસોસિએશન,ઉમિયા સમિતિ, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ,કર્મચારી સંગઠનો,સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિયેશન, સિરામિક ટ્રેડિંગ વગેરે મળીને માતૃ સંસ્થાને એક નવી ઉંચાઈ પર લઈ જવા માટે પ્રયત્નશીલ થયા છે ત્યારે માતૃ સંસ્થામા તમામના પ્રયત્નથી એક નવું મોરપિચ્છ ઉમેરવા GPSC સેન્ટર ચાલુ કરવા માટે આ તમામ ટ્રસ્ટ અને સંગઠનની એક બેઠકનું આયોજન કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રષ્ટ જોધપર(નદી) કરવામાં આવેલ જેમાં જયેશભાઈ ગામી ટ્રષ્ટિ નાલંદા વિદ્યાલયે સૌનું શબ્દપુષ્પથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સી.જે.પટેલ નિવૃત કલેકટર દ્વારા સિવિલ સર્વિસ સેન્ટર, કેરિયર ડેવલપમેન્ટ સેન્ટરની સાંપ્રત સમયમાં ખુબજ જરૂરિયાત છે, સરકારના વહીવટી વિભાગોમાં સમાજના યુવાનો આવે એ માટે નિવાસી સર્વિસ સેન્ટર હોય તો વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરી શીખી શકે સારામાં સારી ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવે તેવું જણાવ્યું હતું અહીં જરૂરી પુસ્તકો સાથેની સુવિધા સભર લાયબ્રેરી હોય તો વિદ્યાર્થીઓ ખુજ સારી તૈયારી કરી શકે,એ માટે દરેકે તન અને મનથી તંદુરસ્ત રહેવું જોઈએ, આદર્શ જીવન શૈલી અપનાવવી જોઈએ વગેરે વાતો કરી પોતાના તરફથી જે કંઈ સહકારની જરૂરિયાત હોય તે પુરી પાડવાની ખાત્રી આપવામાં આવી હતી, આ તકે વલમજીભાઈ અમૃતિયા વ્યવસ્થાપક કન્યા કેળવણી મંડળે પોતાના વક્તવ્યમાં સર્વિસ સેન્ટરમાં અભ્યાસ કરવા માંગતી દીકરીને છાત્રાલયમાં રહેવા જમવા માટેની વ્યવસ્થા કરી આપવાની જાહેરાત કરેલ હતી. ગોવિંદભાઈ વરમોરા,વેલજીભાઈ ઉઘરેજા,જ્યંતીભાઈ પટેલ અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ ડી.કે.પટેલ પ્રમુખ કડવા પાટીદાર કેળવણી મંડળ,પોપટભાઈ કગથરા પ્રમુખ ઉમિયા માનવ સેવા મંડળ સિવિલ સર્વિસ સેન્ટર શરૂ કરવાની વાતને વધાવી લીધી હતી અને કિરીટભાઈ દેકાવડીયા પ્રમુખ સેવક પાટીદાર ધામ તેમજ મનુભાઈ કૈલા પ્રમુખ ઉમિયા સમૂહ લગ્ન સમિતિએ જણાવ્યું હતું કે અહીં જોધપર ખાતે સરસ મજાનું તમામ સુવિધાઓ ધરાવતું નિવાસી સેન્ટર ઉભું કરાશે જેમાં સમગ્ર દિવસ દરમ્યાન હાજર રહી અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ કે જેઓ મોરબીથી અપ ડાઉન કરવા માંગતા હોય એના માટે બસની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ સેન્ટરમાં આવવા માટે 200 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને અહીં આવવા માંગતા ઉમેદવારો માટે તા.14 માર્ચના રોજ સવારે 11થી 1 દરમિયાન પ્રવેશ પરીક્ષાનું પણ આયોજન કરાયું છે. નોંધનીય છે કે આ સેન્ટરમાં ચોવીસ કલાક લાયબ્રેરીની સુવિધા અને ક્લાસ વન અને ટૂ ની ખુબજ અનુભવી અમદાવાદ અને ગાંધીનગરની ફેકલ્ટી માર્ગદર્શન આપશે,આ કાર્યક્રમ ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદાર તમામ માતૃ સંસ્થાઓના હોદ્દેદારો અને સભ્યોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો, કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું હતું.