પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧૨,૧૦૦ કબ્જે કર્યા મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે મોરબી તાલુકાના જેતપર ગામે રાજકોટ ડ્રીસ્ટ્રીકટ બેંકના ખુણે જાહેરમાં જાહેરમાં તીનપતી રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧૨,૧૦૦ કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે તા.૯ ના રોજ બાતમીના આધારે મોરબી તાલુકાના જેતપર ગામે રાજકોટ ડ્રીસ્ટ્રીકટ બેંકના ખુણે જાહેરમાં ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા પ્રવિણભાઇ માધુભાઇ હળવદીયા, યશવંતભાઇ જગુભાઇ અઘારા, વિજયભાઇ વશરામભાઇ અઘારા, અશોકભાઇ લાભુભાઇ અઘારા, પરેશભાઇ અમરશીભાઇ અઘારા, અલ્પેશભાઇ નરશીભાઇ અમૃતિયા, કાંતિલાલ મહાદેવભાઇ અમૃતિયાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧૨,૧૦૦ ના મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.