મોરબી : ગત તા. 9ના રોજ રાત્રે 9 કલાકે મોરબીમાં રોહીદાસપરા ખાતે ચૌહાણ પરિવાર દ્વારા રાજકીય અગ્રણીઓને નવાજવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તમામ રાજકીય પક્ષના અનુસૂચિત જાતિના વિજેતા ઉમેદવારો તથા રાજકીય અગ્રણીઓ કે જેઓ અનુસૂચિત જાતિના વિકાસ માટે કાર્યરત હોય, તેઓનું પુષ્પગુચ્છ આપીને તથા સાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આમ, ચૌહાણ પરિવાર દ્વારા આગેવાનોને બિરદાવીને સમાજના વધુ કાર્યો કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.