મોરબી : ગત તારીખ ૮ અને ૯ માર્ચનાં રોજ ગ્રીન ફાર્મ સ્કુલ-ત્રંબા,રાજકોટ ખાતે છઠ્ઠા રાજ્ય કક્ષાનાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં અલગ-અલગ જિલ્લાઓમાંથી પસંદ થયેલા શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજુ કર્યા હતા. જેમાં મોરબી જિલ્લામાંથી પ્રથમ ક્રમે પસંદ થયેલ બેચરભાઈ ગોધાણીનું ઇનોવેશન 'મારુ ઘર મારી શાળા', બીજા ક્રમે પસંદ થયેલ નિશાંતભાઈ ડોડીયાની કૃતિ 'બોર્ડમાં પેપરની નબળાઈ દૂર કરવી', ત્રીજા ક્રમે વિજયભાઈ દલસાણિયાની કૃતિ 'રીશેષ પણ બને વિશેષ' અને માધ્યમિકમાંથી પહેલા ક્રમે વાટકિયા પ્રવિણભાઈની રચના 'ત્રિવિધ સાઈકલ' તેમજ બીજા નંબરની અમિતભાઈ તન્નાની કૃતિ પરબિડીયું-૨ વગેરે શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક પોતાના નવતર પ્રયોગો રજુ કર્યા હતા. આ તકે ડાયેટ રાજકોટનાં પ્રાચાર્ય કાચા સાહેબ, નવતર ઇન્ચાર્જ નીશાતબેન બાબી, કૈલા સાહેબ, સરડવા સાહેબ, ગિજુભાઈ ભરાડ, પૂર્વ ડીપીઈઓ ડુમરાળીયા સાહેબ, જિસીઈઆરટીમાંથી પાર્થભાઈ વગેરે અધિકારીઓએ હાજર રહી શિક્ષકોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.