મોરબી : આવતીકાલે તા. 11ને ગુરૂવારના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમીતે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ ખાતે આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરમાં રફાળેશ્વરના આગેવાન ખોડાભાઇ જગાભાઇ પાસીયા તથા સમસ્ત પાસીયા પરિવાર તરફથી બાવન ગજની ધજા ચડાવવામાં આવશે. આ પાવન પર્વ નિમીતે મહાદેવજીની ભવ્ય શોભાયાત્રા ખોડાભાઇ જગાભાઇ પાસીયાના નિવાસ સ્થાનેથી પરંપરાગત રીતે સવારના 7 કલાકે નીકળશે. સાધુસંતો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. આ પાવન પર્વ નિમીતે આ શોભાયાત્રામાં જોડાવવા પાસીયા પરિવાર તરફથી જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. વધુ વિગત માટે આયોજક ખોડાભાઈ પાસિયા મો.નંબર 99132 22710નો સંપર્ક કરી શકાશે.