મોરબી : ભારત સરકાર દ્વારા રેલ્વે પ્રવાસમાં સિનીયર સીટીઝનને 40% અનામત ટીકીટમાં કન્સેશન રૂપે લાભ મળતો હતો. જે સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવતા તે વિષય અંતર્ગત આવેદન પત્રક મોરબી રેલ્વે સ્ટેશનના જનરલ મેનેજરને આપવાનું હોવાથી તમામ સંસ્થાના પ્રમુખ, મંત્રી તથા તમામ સમાજના સિનીઅર સીટીઝનની મિટીંગ તારીખ 12/03/2021 ને શુક્રવારના રોજ સવારે 10 વાગ્યે સુરજબાગ, રેલ્વે સ્ટેશન રોડ, સિનીઅર સીટીઝનના કાર્યલય ખાતે રાખેલ છે. તેથી, જે તે સમાજના પ્રમુખ તથા મંત્રી અને સીનીયર સીટીઝનએ કોવિડની ગાઇડ લાઇન મુજબ સવારે 10 કલાકે ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવેલ છે.