મોરબી : મોરબીમાં પોલીસે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ પોલીસે આરોપી સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબીના કાયાજી પ્લોટ શેરીનં. ૬/૭ વચ્ચે ઈંગ્લીશ દારૂની બોટલ લઈને નીકળેલા આરોપી ફારૂકભાઇ રફીકભાઇ શેખ (ઉ.વ.૨૦, રહે. મોરબી કાલીકા પ્લોટ, બાવાઅહેમદશા મસ્જીદ પાસે) ને વીદેશી દારૂની રોયલ સ્ટગ પ્રીમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન ચંદીગઢ ઓન્લી 750ML ની કંપની શીલ બંધ બોટલ નંગ.૧ કિ.રૂ. ૩૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.