મહિલા દિવસની ઉજવણી અંતર્ગત એવોર્ડ વિતરણ કરાયું રાજયના તમામ જિલ્લા અને તાલુકામાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા નક્કી કરાતા મોરબી જિલ્લાના મોરબી તાલુકાના આઈસીડીએસ કચેરી મોરબી ઘટક દ્વારા પોલીસ લાઇન આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે વર્ષ ૨૦૧૮-૧૯ ના જિલ્લો તથા તાલુકા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ કરવામાં આવેલ જેમાં જિલ્લા કક્ષાનો એવોર્ડ જેતપ૨-૩ ની આંગણવાડી કાર્યકર પ્રભાબેન કડીવાર, હેલ્પરબેન તરીકે મીનાબેન બજાણીયા, તાલુકા કક્ષાનો એવોર્ડ કેરાળા આંગણવાડી કેન્દ્રનો કાર્યકર હનિફાબેન સંધી અને તેડાગર તરીકેનો ચંદ્રિકાબેન ગોસાઈને એવોર્ડ તેમજ પ્રોત્સાહક રૂપે રકમના ચેક એનાયત કરવામાં આવેલ હતા આ પ્રસંગે ઓમ શાંતિ વિશ્વવિધ્યાલયના દીદીની ઉપસ્થિતમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકરે, સીડીપીઓ ભાવનાબેન ચારોલા, ખોરાક અને ઓષધ નિયમન અધિકારી હર્ષાબેન, રંજનબેન મકવાણા, તથા આંગણવાડીના વર્કર તથા હેલ્પર બહેનો હાજર રહેલ હતા. સમગ્ર કાર્યકમનું સંચાલન મોરબી ઘટક-૨ ના સીડીપીઓ ભાવનાબેન ચારોલા તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું.