મોરબી : પૂજ્ય જલારામબાપાની 140મી પુણ્યતિથિની મોરબી ખાતે આસ્થાભેર ઉજવણી કરી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સંત શિરોમણી પૂ.જલારામ બાપા ની ૧૪૦મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત ભજન સંધ્યા, મહાઆરતી, મહા પ્રસાદ સહીતના કાર્યક્રમો યોજવા મા આવ્યા હતા. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમા સર્વજ્ઞાતિય જલારામ ભક્તોએ પૂ.બાપાની આરાધના કરી, પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.