આગ શોટસર્કિટ થવાને કારણે લાગી હોવાનું અનુમાન હળવદ: ટિકર (રણ) ના ઢસી વિસ્તારમાં કરીયાણાની એક દુકાનમાં અચાનક આગ લાગતા દુકાનમાં રહેલો સઘળો અનાજ કરીયાણાનો જથ્થોનો બળીને નાશ થયો હતો. ટિકરના ઢસી વિસ્તારમાં જીઆઈડીસીમાં આવેલી હબીબભાઈની અનાજ કરીયાણાની એક દુકાનમાં કોઈ કારણોસર અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. વિકરાળ આગને કારણે દુકાનમાં રહેલો અનાજ કરીયાણા સહિતની અન્ય ખાદ્ય સામગ્રી બળીને રાખ થઈ ગઈ હતી. ગ્રામજનોએ એકઠા થઇ હિંમત દર્શાવી આગ પર પાણીનો મારો ચલાવતા મહામહેનતે આગ કાબુમાં આવી હતી. સદભાગ્યે કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું. તપાસમાં શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું ગ્રામીણોનું અનુમાન છે.