ઘરની જવાબદારી ઉપરાંત વ્યવસાય સાથે જોડાયેલ માતાઓનું સન્માન કરાયું મોરબી : મોરબીમાં સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત પ્રિ-પ્રાયમરી શાળા નાલંદા કિડ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઘરની જવાબદારી ઉપરાંત વ્યવસાયિક, સામાજિક કામગીરી કરતા માતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી આ સંસ્થા મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે સંસ્થાના ડાયરેક્ટર નિયતિ પાંચોટિયાના હસ્તે મહિલા દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લોકડાઊન દરમિયાન પણ નાના ભૂલકાઓનું ભણવાનું ચાલુ રહે તેવા અથાગ પ્રયત્નોમાં સાથ આપનાર શિક્ષિકા બહેનો તથા માતાઓનો આભાર માન્યો અને સાથે સાથે ઘરની બધી જ જવાબદારીઓની સાથે ડોક્ટર ઉપરાંત અન્ય વ્યવસાય સાથે જોડાયેલા અને સામાજિક કાર્યો કરતી માતાઓની સિધ્ધિઓને બિરદાવીને ખાસ સર્ટિફિકેટનું વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાઓ દ્વારા પણ સંસ્થાના શિક્ષિકા બહેનો તેમજ ડાયરેક્ટર નિયતિ પાંચોટિયાની કામગીરીની ખૂબ સરાહના કરવામાં આવી. ખાસ કરીને સંસ્થા દ્વારા ચાલુ કરવામાં આવેલી youtube ચેનલ અને તેમાં મૂકવામાં આવેલ વિડિયોની ખૂબ સરાહના કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આ સમય ગાળા દરમિયાન સંસ્થા દ્વારા લગભગ 1800 જેટલા વિડીયો જુદા જુદા માધ્યમથી વાલીઓ સુધી પહોચડવામાં આવ્યા છે. તેમજ ભૂલકાઓ સતત પ્રવૃતિમય રહે તે માટે દૈનિક કાર્ય, તેની સાપ્તાહિક મુલવણી, પખવાડિક પ્રોજેકટ કાર્ય તથા લગભગ 25 થી પણ વધુ વાલી મિટિંગનું આયોજન પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થા વિષે વધુ માહિતી માટે આપ સંસ્થાના મોબાઈલ નંબર +91 99780 07899 પર સંપર્ક કરી શકો છો.