પોલકી ડાયમંડના નાના સેટનું એક્સક્લુઝીવ કલેકશન અને ડેઇલી વિઅર માટે રોઝ ગોલ્ડનું કલેકશન સૌના મન મોહી લેશે ઇડન હિલ્સ ખાતે તા.12થી 14 માર્ચ ત્રણ દિવસનું ભવ્ય એક્ઝિબિશન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની લાગણીને ધ્યાને રાખી વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન જવેલર્સ દ્વારા મોરબીમાં ફરી એક વખત 12મીથી ગોલ્ડન વેડિંગ જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓને અત્યાર સુધી ન જોય હોય તેવી મનમોહક જવેલરી ખરીદવાનો અવસર મળવાનો છે. આ એક્ઝિબિશન માત્ર ત્રણ દિવસ જ ચાલવાનું હોય વહેલાસર મુલાકાત લઈને મનપસંદ જવેલરીની ખરીદી કરવાનો લ્હાવો ચૂકવા જેવો નથી. મોરબીના આંગણે ઇડન હિલ્સ ખાતે તા. 12થી 14 માર્ચ ત્રણ દિવસ ગોલ્ડન જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન યોજાનાર છે. હાલ સુધી આનંદ શાહની 10થી 12 તોલાની હેવી જવેલરી આવતી હતી. પણ હવે આ ડિઝાઈનરની માત્ર 6થી 7 તોલાની લાઈટ વેઇટ જવેલરી માર્કેટમાં તદ્દન નવી આવી છે.જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ અહીં ઉપલબ્ધ હશે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે. અહીં એક્સક્લુઝીવ કલેકશનમાં પોલકી ડાયમંડના નાના સેટ છે. જે આ એક્ઝિબિશન સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે. આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે. ઉલ્લેખનીય છે કે સુરતના ગોલ્ડન જવેલ્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે. અત્યારે તેઓએ એક્ઝિબિશનનો લાભ મોરબીવાસીઓને આપ્યો છે. જેનો સમય સવારે 10:30થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેવાનો છે. આ એક્ઝિબિશન 12 માર્ચે શરૂ થવા જઈ રહ્યું છે. તો એક વખત અવશ્યપણે મુલાકાત લ્યો. એક્ઝિબિશનની વધુ માહિતી માટે મો.નં. 9825675999 ઉપર સંપર્ક કરો.