વાંકાનેર : મૂળ ચેલા (ધ્રોલ), હાલ લંડન નિવાસી લાલજીભાઈ ડાયાભાઇ વાડોલીયા (ઉ.વ. 90), તે સ્વ. ડો. અમૃતલાલ (અમુભાઈ- લેસ્ટર), સ્વ. નયનાબેન વરીયા (વાંકાનેર) તેમજ પ્રતિક્ષાબેન ગોહિલ (રીકમનસ્વર્થ)ના પિતાશ્રી તેમજ સ્વ. રણછોડભાઈ દેવગાણીયા (રાજકોટવાળા)ના જમાઈ તેમજ ડેનીભાઈ અને બ્રિજેશભાઈ (વાંકાનેર)ના નાનાશ્રીનું તા. 28/02/2021ના રોજ લંડન મુકામે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 12 /03/2021ના રોજ સાંજે 4.00થી 6.00 વાગ્યે નિવાસ સ્થાન “શુભમ”, શાસ્ત્રીનગર સોસાયટી, અરૂણોદય સોસાયટીની બાજુમાં, નવાપરા સામે, વાંકાનેર ખાતે રાખેલ છે.