મોરબી : આજે તા. 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આથી, આજના દિવસે શ્રી ભરતનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ અલગ-અલગ ચિત્રો દોરી અને વકતૃત્વ આપી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી. તેમજ સામાન્ય રીતે, મહિલાઓ માટેનો ગુલાબી રંગ હોય છે. પરંતુ આ વિદ્યાર્થીઓનીઓએ બ્લુ કલર કોડ પહેરીને અનોખી રીતે મહિલા દિવસની ઉજવણી કરી હતી.