મોરબી: કોરોના વેકસિનેશનની પ્રક્રિયા દેશભરમાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે 60 વર્ષથી વધુ વયના મોરબી જિલ્લાના નાગરિકો પણ રસી મુકાવી રહ્યા છે. મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લખાભાઈ જારીયાએ આજે કોરોના વેકસિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ તકે તેઓએ બધાને અપીલ કરી હતી કે, જેઓ રસી લેવા પાત્ર છે તે સહુએ રસી મુકાવવી જ જોઈએ. સૌ સાથે મળીને ભારતને કોવીડ -19 મુક્ત કરીએ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મળી દેશને કોરોના મુક્ત કરીએ તેવી અપીલ પણ તેઓએ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય ડોકટરો અને વૈજ્ઞાનિકોએ COVID-19 સામેની વૈશ્વિક લડતને ઝડપી બનાવવા માટે અકલ્પનિય એવા ટૂંકા સમયમાં કાર્ય કર્યું છે જેને વિશ્વ બિરદાવી રહ્યું છે. ત્યારે રસી મુકાવીને ભારતને સ્વસ્થ બનાવવામાં લોકભાગીદારી આવશ્યક છે.