ટંકારા : ટંકારા ખાતે આવેલ ઓરપેટ કન્યા વિદ્યાલયમાં આજે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.આશિષ સરસવાડિયા, pcpndt સેલના અજયભાઈ રાજગોર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ પટેલ, RBSK ટીમના ડો.વિશાલ તેરૈયા, સુપરવાઈઝર યુ.એસ.ગોસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરાએ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા આરોગ્ય તેમજ જાતીય ગર્ભ પરીક્ષણ pcpndt એકટ અંગે આ સ્કૂલની વિદ્યાર્થીનીઓને વિસ્તૃત માહિતી આપી હતી.તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધા અને વકૃતવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિબંધ સ્પર્ધા અને વકૃતવ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓ પ્રોત્સાહન રૂપે પુરસ્કાર એનાયત કરબમાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઓરપેટ કન્યા વિદ્યાલય આચાર્ય અસ્મિતાબેન ગામી, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા, બળદેવભાઈ કાનાણીએ ભારે જહેમત ઉઠાવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપાલીબેન આડેસરાએ કર્યું હતું.