મોબાઈલમાં ઓટીપી આવતા બંધ થતા ઓનલાઇન બેંકિંગ ખોરવાયું : આજે ગેસના બિલની છેલ્લી તારીખ હોવાથી ઉધોગકારોને મુશ્કેલી મોરબી : મોરબી સહીત રાજ્યભરમાં આજે બેંકોની ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સિસ્ટમમાં ઓટીપી જનરેટ થવાનું બંધ થી જતા કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન ઠપ્પ થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.બીજી તરફ આજે સિરામિક ઉદ્યોગમાં આજે ગેસના બિલની છેલ્લી તારીખ હોવાથી ઉધોગકારોને મુશ્કેલી પડતા વિનાકારણે વિલંબિત ચુકવણી ચાર્જનો ચાંદલો આવે તેવી નોબત સર્જાઈ છે. ઓનલાઇન બેન્કિંગને કારણે આજના સમયમાં સામાન્ય નાગરિકોથી લઈ ઉદ્યોગકારોમાં ઓનલાઇન બેન્કિંગનું ચલણ વધ્યું છે ત્યારે આજે મોરબીમાં સવારથી ઓનલાઇન બેન્કિંગ સિસ્ટમમાં ઓટીપી જનરેટ થવામાં ટેક્નિકલ ખામી સર્જાતા ખાતાધારકોના ચુકવણા ઠપ્પ થઇ જવા પામ્યા હતા.આ અંગે મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ જણાવ્યું હતું કે આજે આખા દિવસ દરમિયાન બેંકના ઓટીપી મેસેજ બંધ રહેતા કરોડો ના ટ્રાન્સકસન અટક્યા હતા અને આ ખામીને કારણે ઉધોગકારો અને વેપારીઓ હેરાન પરેશાન થયા હતા અને ફેક્ટરી દીઠ લખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટકી પડતા બેંકિંગ ક્ષેત્રના કારણે સામાન્ય નાગરિકો અને ઉદ્યોગકારોને સહન કરવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બેંકિંગક્ષેત્રે ટેક્નિકલ ખામી માત્ર મોરબી જિલ્લામાં અહીં પરંતુ અન્ય શહૅરોમાં પણ જોવા મળી હતી આ અંગે મોરબી બેંકિંગ સાથે જોડાયેલ અધિકારીએ પણ આ સમસ્યાને સમર્થન આપી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની સાથે -સાથે ખાતા ખોલવાની કામગીરીમાં પણ સમસ્યા નદી હોવાનું જણાવ્યું હતું. જો કે અગત્યની બાબત તો એ છે કે આજે સિરામિક ઉદ્યોગમાં ગેસ બિલ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉદ્યોગકારોના પેમેન્ટ શક્ય બન્યા ના હતા અને વિલમ્બ ચાર્જ ચૂકવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.