મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામમાં આંગણવાડી દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી છે. જે માટે રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, લીંબુ-ચમચી સ્પર્ધા યોજાઈ હતી. તેમજ મહિલા જાગૃતિ રેલી યોજી હતી. જેમાં અનેક મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત-બગથળા બેઠકના સદસ્ય સતિષભાઈ મેરજા તથા સુપરવાઇઝર શારદાબેન મોદીએ વિજેતા મહિલાઓને ઈનામ વિતરણ કરી શુભેચ્છા પાઠવી હતી.