છેલ્લા 35 વર્ષમાં 50 હજારથી વધુ મહિલાઓએ સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું મોરબી: 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. મહિલાઓનું સમાજ અને સંસ્કૃતિની જાળવણીમાં યથાર્ત પ્રદાનને બિરદાવવા આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે. સ્ત્રીઓના સ્વાભિમાનને સલામત રાખી તેને યોગ્ય દિશા આપવાના આ પ્રયાસો અમેરિકામાં શરૂ થયા. અલબત્ત ભારતમાં તો આદિકાળથી સ્ત્રીઓની મહત્તાના ગુણગાન ગવાતા રહ્યા છે. ઋષિ પરંપરામાં દેવ એટલી જ દેવીઓની પૂજા-અર્ચના થતી આવી છે. જો કે સાંપ્રત સમયમાં વૈશ્વિક કક્ષાએ મોટા ઉદ્યોગગૃહોએ પણ સ્ત્રી શક્તિને પિછાણીને તેને યોગ્ય દિશા આપી છે. આવા ઉદ્યોગગૃહો પૈકીનું એક એટલે મોરબીનું અજંતા-ઓરેવા ગ્રુપ આ ઔદ્યોગિક ગ્રુપે છેલ્લા 35 વર્ષમાં 50 હજારથી વધુ બહેનોને આત્મનિર્ભર બનાવી છે. 1980ના દાયકામાં ઓ.આર.પટેલે 12 મહિલાઓને પગભર બનાવવાથી કરેલી શરૂઆત આજે 4000 યુવતી-મહિલાઓ સુધી વિસ્તરી છે. શિક્ષિત કે અલ્પશિક્ષિત મહિલા-યુવતીઓને પ્રારંભીક પ્રશિક્ષણ આપીને તેઓને પગભર બનાવવાના જ માત્ર પ્રયાસો અજંતા-ઓરેવામાં નથી થતા, પરંતુ મહિલાઓમાં સ્વચ્છતા, મહેનત, શિસ્ત આત્મસન્માનના ગુણો વિકસે એ બાબત પર પણ ખાસ ભાર મૂકવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણનું સચોટ ઉદાહરણ એટલે અજંતા-ઓરેવા ગ્રુપ. જે આજુ બાજુના 60 કિલોમીટર સુધીના એરિયામાંથી 5000 હજાર જેટલી સ્ત્રીઓને રોજગારી આપે છે. ભણેલ ગણેલ અને એજ્યુકેટેડ મહિલાઓને રોજગારી આપવી કે મળવી એ ખૂબ જ સરળ અને સ્વાભાવિક વાત છે પરંતુ ઓછું ભણેલ મહિલાઓને પણ સમકક્ષ ટ્રેનિંગ આપીને આત્મનિર્ભર બનાવવી એ ખરેખર ખૂબ જ પ્રસંશનીય બાબત છે. અહીંયા કામ કરતી મહિલા BBA કે MBA નથી તેમ છતાં માર્કેટિંગમાં અદભુત સ્કિલ ધરાવે છે. CA, CS કે Finance કરેલ નથી છતા પણ એકાઉન્ટ અને ફાઇનાન્સમાં ડાયનેમિક રીતે કામ કરે છે. એન્જિનિયરિંગમાં Diploma BE કે ME કરેલ નથી છતાં પણ સર્કિટ ડિઝાઇન, સર્કિટ ડેવલોપમેન્ટ અને CNC પર રીઝલ્ટ oriented કામ કરે છે. આ ગ્રુપ IIM જેવી સંસ્થાઓને પણ અભ્યાસ કરવા માટે પ્રેરે તેવું છે. આ ઉપરાંત સ્ટાફના આવાગમન માટેની બસ પણ મહિલા ડ્રાઈવરો જ ચલાવે છે. સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણનો જીવતો જાગતો દાખલો એટલે અજંતા-ઓરેવા ગ્રુપ છે આજે આ ઔદ્યોગિક ગૃહે છેલ્લા 35 વર્ષમાં 50 હજારથી વધુ બહેનોને પગભર બનાવી છે અને આ બહેનો આજે દાંપત્યજીવનમાં પણ ખુશ છે.