વર્ષ 2020 નું લવાજમ ભરી જ્ઞાાતિનું સભ્યપદ મેળવી લેવા અનુરોધ (કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેર સોરઠિયા રજપૂત સમાજનાં જ્ઞાાતિ બંધુઓને જ્ઞાાતિનું વાર્ષિક લવાજમ વહેલી તકે જમા કરાવી જ્ઞાતિનું સભ્ય પદ મેળવી લેવા અપીલ કરાઈ છે. સંત શિરોમણી દેશળ દેવની પુણ્યતિથી ચૈત્ર સુદ 13 ને તા. 25 એપ્રિલ. (રવિવાર) નાં રોજ સરકારી ગાઈડ લાઈન મુજબ ઉજવાશે, ત્યારે જ્ઞાાતિનું લવાજમ ભરવાનું બાકી હોય તેઓએ વહેલી તકે જ્ઞાાતિની વાડી, રામજી મંદિર, રામચોક, મિનારા સામે (વાંકાનેર) ખાતે સાંજે 5 થી 7 દરમ્યાન જમા કરાવી જ્ઞાાતિનું સભ્ય પદ મેળવી લેવા અપીલ કરવામાં આવી છે.