10 પરીક્ષા કેન્દ્રોમાં લેવાયેલી પરીક્ષામાં કુલ 2290 માંથી 1036 ઉમેદવારો જ હાજર રહ્યા મોરબી : મોરબી જિલ્લામાં આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની લેખિત પ્રિલીમીનરી પરીક્ષા યોજાઈ હતી જેમાં 10 પરીક્ષા કેન્દ્રોમાં અડધાથી વધુ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.આ પરીક્ષામાં કુલ 2290 માંથી 1036 ઉમેદવારો હાજર રહ્યા હતા. મોરબી જિલ્લામાં આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની લેખિત પ્રિલીમીનરી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જેમાં મોરબીની એસ.વી.પટેલ કન્યા વિધાલય, ડી.જે.પટેલ કન્યા વિધાલય, ધ વી.સી.ટેક્નિકલ હાઇસ્કુલ, નીલકંઠ વિધાલય, નિર્મલ વિધાલય, સાર્થક વિધાલય, ઉમા વિદ્યા સંકુલ, સેન્ટ મેરી સ્કૂલ અને દોશી એમ.એસ.એન્ડ ડાભી એન.આર હાઇસ્કુલ એમ 10 પરીક્ષા કેન્દ્રો ઉપર આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની લેખિત લેવામાં આવી હતી.આ લેખિત પરીક્ષા માટે કુલ 2290 ઉમેદવારો નોંધાયેલા હતા જેમાંથી 1036 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી.જ્યારે 1254 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.