મહિલા સહિત ચાર શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના સામાકાંઠે રામદેવનગર સોસાયટી માળીયા વનાળીયા સોસાયટીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવમાં મહિલા સહિત ચાર શખ્સો સામે એટ્રોસીટીની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સો ઓરડી પાછળ માળીયા વનાળીયા સોસાયટી પાસે આવેલ રામદેવનગરમાં રહેતા પ્રવિણભાઇ અમરશીભાઇ સોલંકી (ઉ.વ.૩૮) એ સોનલબેન અબ્બાસભાઇ મિયાણા, સોનલબેનનો દિયર ટપુશ તથા તેની સાથેના બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૫ ના રોજ આરોપીઓએ ફરીયાદી અનુજાતિનું હોવાનું જાણવા છતા જાહેરમાં જાતિ પ્રત્યે અપશબ્દો બોલી અપમાનીત કરી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આ ચારેય આરોપીઓ સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસ.સી. એસ.ટી. સેલના હર્ષ ઉપાધ્યાય ચાલવી રહ્યા છે.