220 લોકોએ ઉત્સાહભેર કર્યું સાયકલિંગ : ધારાસભ્ય, અધિક કલેકટરે પ્રસ્થાન કરાવ્યું મોરબી : રોટરી કલબ દ્વારા આજે મોરબી ખાતે સાયકલોફન-2021નું આયોજન કરતા 220 સાયકલીસ્ટો જુદી- જુદી ત્રણ ઇવેન્ટમાં ભાગ લઈ ઉત્સાહભેર સાયકલિંગ કર્યું હતું. લોકોની તંદુરસ્તી વધે અને સાયકલિંગ માટે વધુને વધુ લોકો પ્રેરાય તેવા ઉદેશ્ય સાથે આજે મોરબી ખાતે રોટરી કલબ દ્વારા સાયકલોફન-2021નું આયોજન કરાયું હતું, જેમાં 5,10 અને 15 કિલોમીટરની અલગ-અલગ ત્રણ ઇવેન્ટમાં કુલ 220 સાયકલીસ્ટો જોડાયા હતા. સાયકલોફન-2021ના પ્રારંભે ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને અધિક કલેકટર કેતન જોશીએ ફ્લેગ ઓફ આપ્યું હતું, સમગ્ર આયોજનને સફળ બનાવવા રોટરી કલબના પ્રમુખ અબ્બાસ લાકડાવાલા, સેક્રેટરી રૂપેશ પરમાર, પ્રોજેકટ ચેરમેન સંજય ગૌસ્વામી, રશેષ મહેતા સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.