સામાન્ય માણસોને છેતરનાર યશપાલ ઉર્ફે યસરાજને બી ડિવિઝન પોલીસે જેલ હવાલે કર્યો મોરબી : સામાન્ય રીતે દારૂ, મારામારી કે ગુંડાગીરી કરનાર સામે જ પાસા એટલે કે પ્રિવેંશન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી હેઠળ કાર્યવાહી થતી હોય છે પરંતુ મોરબી જિલ્લા પોલીસવડાએ સામાન્ય માણસ સાથે છેતરપિંડી કરનારાઓમાં કાયદાનો ભય રહે તે હેતુથી આવા જ એક કિસ્સામાં મોરબીના શખ્સને પાસા હેઠળ જેલભેગો કર્યો છે. મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો યશપાલ ઉર્ફે યશરાજ વાસુદેવભાઈ નિમાવત નામના શખ્સ દ્વારા સામાન્ય માણસો સાથે છેતરપિંડી કરવા સબબ ગુન્હા નોંધાયેલ હોય જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાની સૂચના મુજબ અને નાયબ .જિલ્લા પોલીસવડા રાધિકા ભરાઈના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઇ આઈ.એમ.કોંઢીયાએ આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરતા પીએસઆઇ એલ.એન.વાઢીયા, કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ઝાલા, લાલભા ચૌહાણ અને પ્રભાત ગોહિલ સહિતના સ્ટાફે વોરન્ટની બજવણી કરી આરોપી યશરાજ ઉર્ફે યશપાલને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવા કાર્યવાહી કરી હતી.